Shree K.R.P.K.V Gangardi.
Shree K.R.P.K.V Gangardi - aboutus

શાળા વિશે

ગુજરાત અને મધ્યપ્રદેશને પ્રાદેશિક રીતે જોડતી કડી એટલે આપણા રાજ્યનાં દાહોદ જિલ્લો અને તેનો ગરબાડા તાલુકો અને તેનું ગાંગરડી ગામ. આ ગામ આર્થિક અને સામાજિક રીતે પછાત છે. આવા આ ગામમાં આગેવાનો દ્વારા શૈક્ષણિક સંસ્થા તરીકે શ્રી.જે.કે. એમ તન્ના મિશ્ર શાળાનું સ્થાપન કરવામાં આવ્યું સદર શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં તેમજ કન્યાઓ મુક્ત રીતે અને સગવડભર્યું શિક્ષણ પ્રાપ્ત કરે તે હેતુથી ગાંગરડી કેળવણી મંડળે જૂન ૧૯૯૧માં શ્રી કન્યા વિદ્યાલય શરૂ કરી.

અભ્યાસની દ્રષ્ટિએ અને શાળાની સગવડતાની દ્રષ્ટિએ આ શાળા પોતાનું આગવું સ્થાન ધરાવે છે. સદર શાળાના આચાર્યની આગવી સૂઝ અને મહેનતકાર શિક્ષકોના કારણે શાળાનું એસ.એસ.સીનું પરિણામ સંતોષજનક રહેલું છે.આ શાળાની શરૂઆત ભાડાના મકાનમાં થઇ હતી ત્યાર બાદ સન્ ૨૦૦૧માં ટ્રાયબલ સબ પ્લાન કચેરી દાહોદ દ્વારા ચાર ઓરડાના બાંધકામ માટે મંડળને સહાય મળી અને શાળાની ઇમારત બનતા શાળા પોતાના મકાનમાં કાર્યરત થઇ.

શૈક્ષણિક કાર્યને વેગ મળે, વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી પારિતોષિક ફંડ ઉભુ કરવામાં આવ્યું જેમાંથી દર વર્ષે ધોરણ-૮-૯ અને ૧૦માં પ્રથમ આવનાર વિદ્યાર્થીનીઓને ઇનામ આપવામાં આવે છે. તે ઉપરાંત શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં સારો દેખાવ કરનારને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવે છે.